નવજીવન એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નવજીવન બી.એડ્. કોલેજ, ડીસા ખાતે સેમ-૩ ના તાલીમાર્થીઓ દ્વારા કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગુજરાત રાજ્ય, સામાન્ય જ્ઞાન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, વર્તમાન પ્રવાહો, સંગીત પરથી ગીત ઓળખાવો, તેમજ તસ્વીર ઓળખાવો જેવા સાત રાઉન્ડ રાખવામાં આવ્યાં હતા. આ સ્પર્ધામાં આઝાદ, અભિનંદન, એ વતન, વીર ભગત અને સ્વરાજ એમ પાંચ ટીમોમાં ૩૫ તાલીમાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.સાત રાઉન્ડને અંતે આઝાદ ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ક્વીઝ સ્પર્ધામાં પ્રિ. ડૉ. ટીનાબેન સોની, પ્રો. પુષ્પાબેન પટેલ,પ્રો. પ્રફુલભઈ પટેલ, પ્રો. નિરવભાઈ પરમાર, પ્રો. જયેશભાઈ ઠકકર અને પ્રો. અમિતકુમાર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.