હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન,શ્રી નવજીવન બી.એડ્. કોલેજ,કોલેજ,ડીસામાં સેમેસ્ટર-૪ની યુનિવર્સિટી પરીક્ષામાં કોલેજનાં તાલિમાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી ૧૦૦ ટકા પરીણામ પ્રાપ્ત કરેલ છે.સાથે સાથે સેમેસ્ટર 4 ના તાલીમાર્થી ચૌધરી પ્રવિણભાઈ વાસ્તાભાઈએ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધારેલ છે.તેઓએ મુખ્ય પરીક્ષામાં 460 ગુણમાથી 440 ગુણ મેળવી યુનિવર્સિટીમાં ટોપ સ્થાન મેળવ્યું છે.સાથે સાથે અન્ય અન્ય પાંચ તાલીમાર્થીઓએ પણ ટોપ 100 માં સ્થાન મેળવ્યું છે.કોલેજ કક્ષાએ સેમેસ્ટર-4 માં 95.65 % સાથે ચૌધરી પ્રવિણભાઈ વાસ્તાભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે,જોષી પુજાબેન જે. એ 95.21 % સાથે દ્વિતિય સ્થાન અને દવે સંતોષીબેન એસ.એ 94.78 % સાથે તૃતીય સ્થાન મેળવી જલવંત સફળતા પ્રાપ્ત કરેલ છે. કોલેજ પરીવાર તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવે છે.