શ્રી નવજીવન બી.એડ્. કોલેજ,ડીસા ખાતે તા. ૦૮/૦૭/૨૦૧૭ને શનિવારે ગુરૂ પૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂને સત્કારવાનો સમય એટલે ગુરૂ પૂર્ણિમા. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી શ્રી,આચાર્ય શ્રી,અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહી તાલિમાર્થીઓને આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી,ત્યારબાદ ગુરૂજીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતું.તાલિમાર્થી ભાઈઓ અને બહેનોએ ભજન,ગુરૂગીત અને પ્રવચન રજૂ કરી ગુરૂજીઓના આશીર્વચન મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલિમાર્થીઓ દ્રારા કરવામાં આવ્યુ હતું.