ડીસા ખાતે આવેલી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નવજીવન બી.એડ્. કોલેજ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તાલીમાર્થીઓને જુદી-જુદી આઠ ટીમમાં વિભાજીત કરવામાં હતા.તાલીમાર્થીઓએ ‘બેટીબચાવો’,‘પર્યાવરણ બચાવો’,‘સ્વચ્છ ભારત અભિયાન’,‘આધુનિક ભારત’ની થીમ પર રંગોળી બનાવી હતી. રંગોળીમાં પ્રાકૃતિકરંગો,અનાજ,ફૂલો,કઠોળ,અને નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરેક રંગોળીમાં વિવિધતાજોવા મળતી હતી.
રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભાઈઓ ટીમ-૫ અને દ્વિતીય ક્ર્મે ટીમ-૭ રહી હતી.જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે ટીમ-૪ અને દ્વિતીય ક્ર્મે ટીમ-૩ રહી હતી.તમામ તાલીમાર્થીઓનેઆચાર્યા અને અધ્યાપકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.સમગ્ર રંગોળી સ્પર્ધાનું આયોજન સેમેસ્ટર ૩ તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.